Live, ઇન્ડિયા ગઠબંધનની મહારેલી : રામલીલા મેદાનમાં 10 લાખ લોકો પહોંચશે એવો દાવો

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધને 1 નવેમ્બર, 2026ના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનું આહ્વાન કર્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી છે.

સારાંશ

  • આજે દિલ્હીમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી યોજાશે
  • ઇન્ડિયા ગઠબંધને 1 નવેમ્બર, 2026ના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનું આહ્વાન કર્યું છે
  • રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી
  • ગઠબંધનની રેલી અગાઉ વેપારીઓએ આ મહારેલીને ન યોજવા અપીલ કરી હતી
વીડિયો છોડો અને આગળ વધો
  • ગોપાલ ઇટાલિયા
  • ગુજરાત
  • મહિલા
  • ઇન્ડોનેશિયા
  • બીબીસી ગુજરાતી
  • બીબીસી ગુજરાતી
  • બીબીસી ગુજરાતી
  • બીબીસી ગુજરાતી
  • મોટા ભાગે લોકો 75 વર્ષની ઉંમરે નિવૃત્તિનું જીવન ગાળતા હોય, પરંતુ ભૂરા પહેલવાન અલગ છે.
  • વાવાઝોડું આવ્યું કે ધોધનું પાણી હવામાં ઊંચે ઊડવા લાગ્યું
  • વૃક્ષોનું નિકંદન

લાઇવ કવરેજ

  1. રામલીલા મેદાનમાં વિપક્ષની 'મહારેલી', તસવીરોમાં જુઓ

    માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જૉન બ્રિટાસે દાવો કર્યો છે કે આ રેલીમાં ભાગ લેવા માટે આશરે 10 લાખ લોકો દિલ્હીમાં પહોંચશે.
    ઇમેજ કૅપ્શન, માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જૉન બ્રિટાસે દાવો કર્યો છે કે આ રેલીમાં ભાગ લેવા માટે આશરે 10 લાખ લોકો દિલ્હીમાં પહોંચશે

    દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ઇન્ડિયા ગઠબંધનની રેલી યોજાવાની છે. રેલી પહેલાં અહીં ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જૉન બ્રિટાસે દાવો કર્યો છે કે આ રેલીમાં ભાગ લેવા માટે આશરે 10 લાખ લોકો દિલ્હીમાં પહોંચશે.

    આ દરમિયાન સુરક્ષા દળોની તહેનાતી અને રેલી સ્થળે કરવામાં આવેલી તૈયારીઓની તસવીરો પણ સામે આવી છે.

    સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રામલીલા મેદાનને 14 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનની જવાબદારી આસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

    દિલ્હી પોલીસે જણાવ્યું છે કે રામલીલા મેદાનમાં રેલી યોજવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મિન્ટો રોડ-કનૉટ પ્લેસ જંક્શનથી પ્રસ્તાવિત માર્ચ કાઢવા માટે કોઈ અરજી મળી નથી.

    માર્ચ અને રેલી દરમિયાન 4,000થી વધુ પોલીસકર્મીઓ ઉપરાંત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની વિવિધ કંપનીઓ પણ તહેનાત કરવામાં આવી છે
    ઇમેજ કૅપ્શન, માર્ચ અને રેલી દરમિયાન 4,000થી વધુ પોલીસકર્મીઓ ઉપરાંત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની વિવિધ કંપનીઓ પણ તહેનાત કરવામાં આવી છે
    બીજી તરફ, ભાજપે આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ રેલી માટે ખોટા દિવસની પસંદગી કરી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે 1 નવેમ્બરની તારીખ 1984ના શીખ વિરોધી રમખાણોની યાદ તાજી કરે છે
    ઇમેજ કૅપ્શન, બીજી તરફ, ભાજપે આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ રેલી માટે ખોટા દિવસની પસંદગી કરી છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે 1 નવેમ્બરની તારીખ 1984ના શીખ વિરોધી રમખાણોની યાદ તાજી કરે છે
    વિપક્ષની આ મહારેલી માટે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને લોકોનું મોટી સંખ્યામાં એકત્ર થવાનું પણ શરૂ થઈ ગયું છે
    ઇમેજ કૅપ્શન, વિપક્ષની આ મહારેલી માટે લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને લોકોનું મોટી સંખ્યામાં એકત્ર થવાનું પણ શરૂ થઈ ગયું છે
  2. રામલીલા મેદાનમાં વિપક્ષની 'મહારેલી' અંગે ભાજપે કહ્યું : 'રાહુલ ગાંધીએ ખોટો દિવસ પસંદ કર્યો'

    કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે 1 નવેમ્બરની પ્રસ્તાવિત રેલી અંગે કહ્યું કે તેમણે ખોટો દિવસ પસંદ કર્યો છે (ફાઇલ ફોટો)
    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે 1 નવેમ્બરની પ્રસ્તાવિત રેલી અંગે કહ્યું કે તેમણે ખોટો દિવસ પસંદ કર્યો છે (ફાઇલ ફોટો)

    કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો રવિવારે રામલીલા મેદાનમાં ચૂંટણીપંચની કથિત અનિયમિતતાના વિરોધમાં મહારેલી યોજી રહ્યા છે.

    સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આરોપ લગાવ્યો છે કે કૉંગ્રેસે આ રેલી માટે ખોટો દિવસ પસંદ કર્યો છે.

    કેન્દ્રીય કાયદામંત્રી અર્જુનરામ મેઘવાળે 1 નવેમ્બરની પ્રસ્તાવિત રેલી અંગે કહ્યું, “વિરોધપ્રદર્શનનો એક કાર્યક્રમ તેમણે હાથ ધર્યો છે. તેમના ગઠબંધનના કેટલાક નેતાઓ પણ 1 નવેમ્બરના પક્ષમાં નથી, કારણ કે દિલ્હીમાં 1 નવેમ્બરનો દિવસ અત્યંત સંવેદનશીલ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે.”

    “31 ઑક્ટોબર, 1984ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા થઈ હતી. ત્યાર બાદ 1 નવેમ્બરે દિલ્હીમાં જે રીતે હિંસા થઈ, શીખભાઈઓ પર અત્યાચારો થયા અને રક્તપાત થયો, એ જ દિવસ રાહુલ ગાંધીએ પસંદ કર્યો છે. તેમના મનમાં સહેજ પણ સંવેદના નથી. 1 નવેમ્બર અંગે શીખ પ્રતિનિધિઓએ પણ તેમને ચેતવણી આપી હતી કે તેઓ પોતાના આંદોલનની તારીખ આગળ-પાછળ કરે.”

    મેઘવાળે વધુમાં જણાવ્યું, “દિલ્હીનાં વેપારી સંગઠનોએ પણ તેમને પત્ર લખ્યો હતો અને તેમના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. તેમણે વિનંતી કરી હતી કે રેલીની તારીખમાં ફેરફાર કરો, કારણ કે દિવાળીનો તહેવાર નજીક છે. અમે આખું વર્ષ આ સમયગાળાની રાહ જોતા હોઈએ છીએ. અમે જથ્થાબંધ વેપારીઓ છીએ. લાખો લોકો એકત્રિત થશે તો બજાર પ્રભાવિત થશે, દુકાનો બંધ કરવી પડશે અને ખરીદી કરવા આવનારા લોકો પણ આવી શકશે નહીં.”

    બીજી તરફ, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “1 નવેમ્બરે દિલ્હીના સૌથી ખરાબ દિવસોની શરૂઆત થઈ હતી. હવે તેને 42 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. શીખ પરિવારો માટે આ તારીખ તેમના સ્વજનોને ગુમાવવાની અને પોતાનાં ઘરો બળીને રાખ થઈ જવાની કરુણ યાદો લઈને આવે છે.”

    તેમણે આગળ કહ્યું, “વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા એક દુઃખદ ઘટના હતી, પરંતુ ત્યાર બાદ શીખ સમુદાયને જે રીતે સામૂહિક સજા આપવામાં આવી, તેને કોઈ પણ સંજોગોમાં યોગ્ય ઠેરવી શકાય નહીં.”

  3. દિલ્હીમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી

    શનિવારે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી હતી
    ઇમેજ કૅપ્શન, શનિવારે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી હતી

    આજે દિલ્હીમાં રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનની મહારેલી યોજાશે.

    ઇન્ડિયા ગઠબંધને 1 નવેમ્બર, 2026ના દિવસે દિલ્હીના રામલીલા મેદાનમાં 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનું આહ્વાન કર્યું છે.

    રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી આ રેલીમાં અનેક લોકોને સામેલ થવાની અપીલ કરી હતી.

    ગઠબંધનની રેલી અગાઉ વેપારીઓએ આ મહારેલીને ન યોજવા અપીલ કરી હતી.

    ગઈ કાલે વિપક્ષી દળોએ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને 'મૉક સંસદ'નું આયોજન કર્યું હતું.

    આ સંસદનું અધ્યક્ષપદ લોકસભાનાં ભૂતપૂર્વ સ્પીકર મીરાકુમારે સંભાળ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ જ્ઞાનેશકુમાર સામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

    કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે, "આજથી સાત મહિના પહેલાં 193 સાંસદો ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવા મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા હતા પરંંતુ તેને સ્વીકારવામાં નહોતો આવ્યો. અમારે જ્ઞાનેશકુમાર સામે કોઈ વેર નથી. અમે ઇચ્છીએ છીએ કે ગરીબો, યુવાનો સહિત સૌને આ સંસ્થા પર ભરોસો જળવાઈ રહે અને તેમનો અધિકાર જળવાઈ રહે."

    "વોટચોરી મુદ્દે આખો દેશ આંદોલિત છે. મોદી સરકારે પ્રદર્શનો રોકવા ઇન્ટરનેટ, મેટ્રો, ટ્રેન બધું બંધ કરી દીધું. આ બધું કોણ કરે છે? દેશમાં અરાજકતા તમે ફેલાવો છો કે અમે?"

    "જ્ઞાનેશકુમાર જેવા લોકો જો આવા બંધારણીય પદ પર રહેશે તો દેશની લોકશાહી પર ખતરો વધતો જ રહેશે. અમારી માગ છે કે SIR તત્કાળ રોકવામાં આવે અને 2023નો ચૂંટણી કમિશનરનો કાયદો રદ કરવામાં આવે."

    જ્ઞાનેશકુમાર સામે મૂકવામાં આવેલા છ આરોપો આ મુજબ છે -

    • ચૂંટણીની ચોરી માટે ષડયંત્ર કર્યું
    • 13 કરોડથી વધુ મતદારો હઠાવી દીધા
    • સંસદની મંજૂરી વગર ફૉર્મ-6માં સુધારા કર્યા
    • ECINET ઍપ મારફતે મતદારયાદી પર કબજો કર્યો
    • બાકીના બે ચૂંટણી કમિશનરોને ચૂપ કરી દીધાં
    • મોદી અને શાહના કહ્યા મુજબ કામ કર્યું

    તો ભાજપના સાંસદ સંબિત પાત્રાએ શનિવારે ઇન્ડિયા ગઠબંધનના 'જન મહાઅભિયોગ' કાર્યક્રમ અંગે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

    તેમણે કહ્યું, "ભાજપે કોઈ નવો કાયદો બનાવીને આ છૂટ આપી નથી. ભાજપ એવો કોઈ કાયદો લઈને આવ્યો નથી, જે પહેલાંથી અસ્તિત્વમાં ન હોય. રાષ્ટ્રપતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને છૂટ અને સંરક્ષણ પહેલેથી જ બંધારણમાં આપવામાં આવ્યા છે. જોકે, તેના માટે વિશેષ પ્રક્રિયા સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી નહોતી."