અફઘાનિસ્તાન : એ તસવીરો જે છડેચોક માનવતાના મોં પર તમાચો બની

પ્રકાશિત

કાબુલ છોડીને જવા માગતા અફઘાન પરિવારો ફસાયેલા છે. મોટાં ભાગનાં શહેરો તાબિબાનના કબજામાં છે, ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સ બંધ છે અને શહેરમાં તાલિબાનના લડવૈયા હથિયાર લઈને ફરી રહ્યા છે.

કાબુલ ઍરપૉર્ટ
ઇમેજ કૅપ્શન, કાબુલ પર તાલિબાનના કબજા બાદ લોકો દેશ છોડવા એટલા ઉતાવળા થયા છે કે રાજધાની કાબુલના ઍરપૉર્ટ પર આવાં દૃશ્યો સર્જાયાં હતાં. લોકો ક્યાંક વિમાન પર ચડવા માટે પડાપડી કરતા દેખાયા તો ક્યાંક લોકો પ્લેનની આગળ દોડતા જોવા મળ્યા.
કાબુલ ઍરપૉર્ટ
ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાનના કાબુલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી આવતી તસવીરો અને વીડિયોથી ત્યાંની અવ્યવસ્થા અને અફરાતફરીનો ખ્યાલ આવી જાય છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા અને તાલિબાનના કાબુલમાં પ્રવેશ બાદ અફઘાનિસ્તાન છોડીને જનારા લોકોની લાઇનો લાગી ગઈ હતી. વિમાનમાં ચડવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા.
કાબુલ
ઇમેજ કૅપ્શન, કાબુલમાં રહેતા લોકો માટે સોમવારની સવાર તાલિબાનના ભયના ઓથાર હેઠળ પડી. કાબુલમાં તાલિબાને રવિવારે રાષ્ટ્રપતિભવન પર કબજો કરી લીધો હતો. કાબુલ પર તાલિબાનના કબજા બાદ અફરાતફરી ફેલાઈ ગઈ હતી.
કાબુલ ઍરપૉર્ટ
ઇમેજ કૅપ્શન, તાજેતરના રિપોર્ટ મુજબ કાબુલના હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર અમેરિકન સેનાનું નિયંત્રણ છે અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે અમેરિકાના સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યો છે. ઍરપૉર્ટ પર ગોળીબારમાં લોકોનાં મૃત્યુના પણ સમાચાર છે. જોકે એ વાતની પુષ્ટિ નથી થઈ કે આ મૃત્યુ અમેરિકન સૈનિકોની ગોળીઓથી થયાં છે.
કાબુલ ઍરપૉર્ટ
ઇમેજ કૅપ્શન, અમેરિકા, ફ્રાન્સ, યુકે સહિત અનેક દેશો અફઘાનિસ્તાનમાં રહેતા પોતાના રાજદૂતો અને નાગરિકોને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યા છે.
ઍરપૉર્ટ પર ફ્લાઇટ્સની માહિતી
ઇમેજ કૅપ્શન, હાલ કાબુલ ઍરપૉર્ટથી બધી વ્યાવસાયિક ફ્લાઇટ્સને રોકવામાં આવી છે એટલે દેશ છોડીને જનારા લોકો ઍરપૉર્ટ પર ફસાયેલા છે.
કાબુલ
ઇમેજ કૅપ્શન, તાલિબાનના લડવૈયા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના રસ્તા પર પહેરો ભરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડને ચાલ્યા ગયા પછી તાલિબાને રાષ્ટ્રપતિભવન પર કબજો કરી લીધો અને તેની આજુબાજુ સુરક્ષા વધારી દીધી.
કાબુલ
ઇમેજ કૅપ્શન, 22 વર્ષીય એક વિદ્યાર્થીએ બીબીસીને જણાવ્યું કે મને ઍરપૉર્ટ સુધી પહોંચતાં પાંચ કલાક લાગ્યા. મારા પગ દુખે છે અને મને ઊભા રહેવામાં મુશ્કેલી થઈ રહી છે. કાબુલ સૈન્ય શહેર જેવું લાગતું હતું. લોકો પારંપરિક પોશાક પહેરીને અને હાથમાં બંદૂક લઈને ઊભા હતા અને હવામાં ગોળીબાર કરી રહ્યા હતા. મને એ દિવસોની યાદ આવી, જેના વિશે મારાં માતાપિતાએ મને જણાવ્યું હતું.
કાબુલ
ઇમેજ કૅપ્શન, કાબુલ છોડીને ભાગવાની રાહ જોતા અફઘાન પરિવારો રસ્તા પર ફસાયેલા છે. મોટાં ભાગનાં શહેરો પર તાબિબાનનો કબજો છે, ઍરપૉર્ટ પર લોકો ઊમટી પડ્યા છે અને શહેરમાં તાલિબાનના લડવૈયા હથિયાર લઈને ફરી રહ્યા છે.
કાબુલ
ઇમેજ કૅપ્શન, અફઘાન લોકોમાં તાલિબાન શાસનને લઈને એટલો ડર છે કે કાબુલ ઍરપૉર્ટની બહાર પણ લોકોની ભીડ ઊમટી છે. પોતાનો જીવ બચાવવા માટે લોકો દેશ છોડીને ભાગવા માગે છે.