તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
બંગાળની ખાડીમાં વાવાઝોડું, અરબી સમુદ્રમાં બની સિસ્ટમ, ગુજરાતમાં ફરી ક્યાં પડશે વરસાદ?
બંગાળની ખાડીમાં વાવાઝોડું, અરબી સમુદ્રમાં બની સિસ્ટમ, ગુજરાતમાં ફરી ક્યાં પડશે વરસાદ?
પ્રકાશિત
ગુજરાતમાં હાલ ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે તો બંગાળની ખાડીમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે.
એવામાં ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ ભારતનાં ઘણાં રાજ્યોમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. તેનું કારણ બંગાળની ખાડીમાં બની રહેલું આ વર્ષનું ચોથું વાવાઝોડું મિગજૌમ છે.
આ વાવાઝોડાનું નામ મ્યાનમારે આપ્યું છે. આ વાવાઝોડું ટકરાશે ક્યાં જણાવી રહ્યા છે દીપક ચુડાસમા.