'હું ભૂત સાથે રહું છું', આ લોકો ભૂતોનો આભાર કેમ માને છે?

બીબીસી ગુજરાતી 'હું ભૂત સાથે રહું છું', આ લોકો ભૂતોનો આભાર કેમ માને છે? રયુઆના પહેલાં આ ઍપાર્ટમેન્ટના કબજેદારે  દુઃખદ રીતે આત્મહત્યા કરી હતી.
ઇમેજ કૅપ્શન, રયુઆ જ્યારે અહીં રહેવા આવ્યાં તે પહેલાં આ ઍપાર્ટમેન્ટના કબજેદારે દુઃખદ રીતે આત્મહત્યા કરી હતી.
    • લેેખક, માઇકલ ફિટ્ઝપેટ્રિક
    • પદ, બિઝનેસ રિપોર્ટર, ટૉક્યો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

જ્યારથી ટૉક્યો ખાતે આવેલા તેમના ભાડાના ઍપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યાં ત્યારથી જ તેમને લાગવા લાગેલું કે તે 'ભૂતિયા' છે.

તેઓ કહે છે, "જ્યારે હું એ સ્થળ જોવા માટે ગઈ ત્યારે ત્યાં એક માણસ ઊભો હતો, જે મારી સામે જોઈ રહ્યો હતો."

"ઍસ્ટેટ એજન્ટ તેમને જોઈ શક્યો નહીં, તેથી મને સમજાયું કે તે ભૂત હોવું જોઈએ."

આવી સ્થિતિમાં ઝડપથી ગભરાઈ જાય તેવી વ્યક્તિ કદાચ તાત્કાલિક ત્યાંથી નીકળી ગઈ હોત, પરંતુ રયુઆએ આગળ વધીને ઍપાર્ટમેન્ટમાં રહેવાનો નિર્ણય કર્યો.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.)

રયુઆ કહે છે, "હું થોડી વિરોધી મત ધરાવનારી વ્યક્તિ છું, તેથી મેં નક્કી કર્યું કે હું આ ચમકતા પુરુષ ભૂત સાથે મિત્રતા કરવા માંગુ છું."

રયુઆ એઇડોરુ એટલે કે એક યુવાન એન્ટરટેનર તરીકે કામ કરે છે, અને પોતાની અટક જણાવવા માંગતાં નથી.

ચાર વર્ષ પછી પણ તેઓ એ જ ઍપાર્ટમેન્ટમાં રહે છે, તેઓ કહે છે કે તેઓ દરરોજ પેરાનૉર્મલ ઍક્ટિવિટી અનુભવે છે. તેઓ કહે છે કે તેઓ 'અનંત પગલાં અને ભૂતની વાતો' સાંભળે છે.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 'હું ભૂત સાથે રહું છું', આ લોકો ભૂતોનો આભાર કેમ માને છે? રયુઆના પહેલાં આ ઍપાર્ટમેન્ટના કબજેદારે  દુઃખદ રીતે આત્મહત્યા કરી હતી.
ઇમેજ કૅપ્શન, રયુઆ કહે છે કે, તેઓ તેમનો ટૉક્યો ખાતેનો ઍપાર્ટમેન્ટ એક ભૂત સાથે શૅર કરે છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જાપાનમાં તાજેતરનાં વર્ષોમાં હેલોવીનની ઉજવણીમાં વધારો થયો છે, છતાં ઘણા જાપાનીઓ આખા વર્ષ દરમિયાન પણ 'ભૂતોની વાતો'ને ગંભીરતાથી લે છે. આ દેશમાં એક શબ્દ છે, "યુરેઈ", જેનો અર્થ થાય છે ભટકતો, પરેશાન આત્મા.

આ એવા લોકોના ભૂત છે, જેઓ હિંસક અથવા દુ:ખદ સંજોગોમાં મૃત્યુ પામ્યા હતા - જેમની હત્યા કરવામાં આવી હતી, જેમણે આત્મહત્યા કરી હતી, અથવા ફક્ત એકલા હતા અને એકલા મૃત્યુ પામ્યા. જો તેઓ ઘરે મૃત્યુ પામ્યા હોય, તો માન્યતા છે કે તેમનો 'યુરેઈ' નહીં જાય.

અંધશ્રદ્ધાવાળા કે ગભરાટવાળા ન હોય તેવા ઘર શોધનારા માટે તેનો અર્થ એ છે કે, ત્યાં સારો ભાવતાલ થઈ શકે છે. અહીં જીકો બુકેન નામથી એવાં રહેઠાણોની એક આખી શ્રેણી છે, જેનો અર્થ "કલંકિત" અથવા "બનાવવાળી" મિલકતો એમ થાય છે.

2021માં સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા હેઠળ, જાપાનીઝ ઍસ્ટેટ એજન્ટોએ આત્મહત્યા, હત્યા, આગથી મૃત્યુ અને લાંબા સમય સુધી શરીર ન મળ્યું હોય તેવા કોઈ પણ મૃત્યુનો ખુલાસો કરવો આવશ્યક છે.

ભાડાની મિલકતો માટે આ માહિતી ત્રણ વર્ષ માટે જાહેર કરવી આવશ્યક છે, અને વેચાણ માટે ઑફર કરાયેલી કોઈ પણ મિલકત માટે તે અનિશ્ચિત સમય માટે જાહેર કરવી આવશ્યક છે.

તેનાથી વિપરીત, યુકેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ મિલકતમાં થયું છે તે જાહેર કરવાની કોઈ કાનૂની જરૂરિયાત નથી અને યુએસમાં આ જોગવાઈ રાજ્યે રાજ્યે અલગ હોય છે. ઉદાહરણ તરીકે, કૅલિફોર્નિયામાં તમારે જાહેર કરવું પડશે કે પાછલાં ત્રણ વર્ષમાં મિલકતમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો તે જાહેર કરવું પડશે, જોકે, ઍરિઝોના અને ઑરેગોનમાં આવું કરવું નથી પડતું.

રયુઆને કહેવામાં આવ્યું કે, એક માણસે તેના ઍપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી લીધી હતી. તેનો અર્થ એ થયો કે તેને સેતાગાયાના ફૅશનેબલ વૉર્ડમાં તેના 25 ચોરસ મીટરના નાના ઍપાર્ટમેન્ટના ભાડા પર લગભગ 30% ડિસ્કાઉન્ટ છે. તેઓ કહે છે કે તે 62,000 યેનને બદલે દર મહિને 45,000 યેન (285 અમેરિકન ડૉલર) ચૂકવે છે.

જ્યારે જે ઘરમાં હત્યા કે આત્મહત્યા થઈ હોય તેને વેચવું કે ભાડે આપવું કદાચ દુનિયામાં ક્યાંય પણ મુશ્કેલ હશે, ટૉક્યોના ઍસ્ટેટ એજન્ટ ઍરિક ઑસ્કેમ્પ કહે છે કે, જાપાની લોકો ખાસ કરીને 'અંધશ્રદ્ધાળુ' છે અને કલંકિત મિલકતોથી દૂર રહે છે.

ઑસ્કેમ્પ સમજાવે છે, "[પણ] કબ્રસ્તાનની બાજુમાં રહેલું ઍપાર્ટમેન્ટ ભાડે આપવું મુશ્કેલ બનશે, ખાસ કરીને જો તમે રસોડામાંથી કબરો જોઈ શકતા હો તો."

"સૌથી ખરાબ બાબત એ છે કે જો ઍપાર્ટમેન્ટમાં આત્મહત્યા થઈ હોય. જો કોઈ છત પરથી કૂદી પડ્યું હોય, તો પણ ઘણા ભાડૂતો બહાર નીકળી જશે. અન્ય મુદ્દા ગંભીર ગુનો અથવા એકલતાભર્યું મૃત્યુ છે."

એ પછીનો મુદ્દો, એકલા મૃત્યુ પામેલી વ્યક્તિનો છે, સામાન્ય રીતે યુકે કે યુએસમાં મિલકતની કિંમતને આ વાત અસર નહીં કરે.

પરંતુ જાપાનના દક્ષિણપશ્ચિમમાં આવેલા ગ્રામીણ કાગોશિમામાં, તેના કારણે ડાયેન ટિંચરને ત્રણ બેડરૂમનું મોટું ઘર ખરીદવાની તક મળી, જે અન્યથા માંગવામાં આવતી કિંમત કરતાં લગભગ અડધા ભાવે મળી.

'જો કોઈ ભૂત હોય તો હું તેની આભારી છું'

79 વર્ષીય અમેરિકન મહિલા જાપાનમાં લગભગ 40 વર્ષથી રહે છે અને ટૂર ગાઇડ તરીકે કામ કરે છે. તેઓ કહે છે કે ઍસ્ટેટ એજન્ટે તેને ખુલ્લેખુલ્લું કહી દીધેલું. એક વૃદ્ધ મહિલા અહીં એકલી મૃત્યુ પામી હોવાથી ભારે ડિસ્કાઉન્ટ હતું, જેનાથી મિલકત પર કલંક લાગ્યો હતો.

ટિંચરે ઘર માટે 20 મિલિયન યેન ચૂકવ્યા, એક એવી જગ્યાએ જ્યાં આવી મિલકતો સામાન્ય રીતે 45 મિલિયન યેન સુધીના ભાવે વેચાય છે.

તેઓ કહે છે કે, "હું ભૂત-પ્રેતમાં માનતી નથી. પણ મને ખબર છે કે જાપાનીઓ ખૂબ જ અંધશ્રદ્ધાળુ છે. જો કોઈ ભૂત હોય તો હું તેનો દરરોજ આભાર માનું છું... કારણકે હું આટલા ભવ્ય અને સસ્તા ઘરમાં રહી શકું છું."

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 'હું ભૂત સાથે રહું છું', આ લોકો ભૂતોનો આભાર કેમ માને છે? રયુઆના પહેલાં આ ઍપાર્ટમેન્ટના કબજેદારે  દુઃખદ રીતે આત્મહત્યા કરી હતી.
ઇમેજ કૅપ્શન, ડાયેન ટિંચર કહે છે કે તેમને ગ્રામીણ જાપાનમાં આવેલા તેમના ઘર પર 50% ડિસ્કાઉન્ટ મળ્યું છે.

ઘરની શોધખોળ કરતાં, ટિંચરને તે ઓશિમાલૅન્ડ નામની વેબસાઇટ પર મળ્યું, જે જીકો બુકેન પ્રોપર્ટીઝની યાદી આપે છે, જેમાં બનેલી ઘટનાઓની વિગતો આપવામાં આવી છે.

તે 2005 માં ટૉક્યોને આવરી લેતા શરૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સમગ્ર જાપાનમાં અને પછી 2011 માં આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તર્યું હતું.

તે ક્રાઉડસોર્સ્ડ છે, એટલે કે જનતા ઘરો અને તેની વિગતો ભરે છે.

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી 'હું ભૂત સાથે રહું છું', આ લોકો ભૂતોનો આભાર કેમ માને છે? રયુઆના પહેલાં આ ઍપાર્ટમેન્ટના કબજેદારે  દુઃખદ રીતે આત્મહત્યા કરી હતી.
ઇમેજ કૅપ્શન, તાજેતરનાં વર્ષોમાં દેશમાં મકાનોના ભાવમાં વધારો થયો છે, તેમજ જીવનનિર્વાહના ખર્ચમાં મોટો વધારો થયો છે.

ઓશિમાલૅન્ડના સ્થાપક, તેરુ ઓશિમા કહે છે કે ભૂતકાળમાં આવી મિલકતો જાપાનમાં "ખૂબ આકર્ષક વિકલ્પો" નહોતી.

છતાં તાજેતરનાં વર્ષોમાં દેશમાં મકાનોના ભાવમાં વધારો થયો છે, તેમજ જીવનનિર્વાહના ખર્ચમાં મોટો વધારો થયો છે, 2025ના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે જો સસ્તું હોત તો અડધાથી વધુ લોકોએ જાપાનમાં હવે જીકો બુકેન ભાડે લીધાં હોત.

સેતાગાયામાં, રયુઆ કહે છે કે તે તેના ભૂતિયા ફ્લૅટમેટ સાથે રહીને ખુશ છે. તેઓ કહે છે, "મારું માનવું છે કે ભૂત એક સમયે જીવંત માનવ હતા, તેથી તેઓ આપણા આદરને પાત્ર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન