તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ગુજરાતમાં કેટલા દિવસ પછી ભારે વરસાદ પડશે, કયા જિલ્લામાં વરસાદની આગાહી?
ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસું વધુ ગતિ પકડે એવા સંકેતો દેખાઈ રહ્યા છે. રાજ્યના કેટલાક ભાગોમાં આગામી દિવસ સુધી કેટલીક જગ્યાએ હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.
એ પછી જુલાઈ મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર વધે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં કેટલીક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વાવાઝોડા અને ગાજવીજ સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હાલમાં વરસાદ જોઈએ એટલો પડ્યો નથી અને ખેડૂતો પણ વાવણી માટે રાહ જોઈ રહ્યા છે. એવા સમયે જો ચોમાસું અનુમાન પ્રમાણે આગળ વધે તે વાવણીલાયક વરસાદ થઈ શકે છે.
27 જૂનના હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ ચોમાસું અનુકૂળ રહે તેવી સંભાવના છે. આ સમયે ઉત્તર અરબ સાગરના કેટલાક ભાગો, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના બાકીના ભાગો, તેમજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમનું ચોમાસું આગળ વધે તેવા સાનુકૂળ સંજોગ છે.
ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર, ગુજરાતમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એટલે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની પ્રક્રિયા વેગ પકડશે તેવી સંભાવના છે.
વીડિયોમાં જુઓ કે ગુજરાતમાં આગામી દિવસોમાં શું આગાહી છે અને કયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન