દિલ્હી જંતર-મંતર : દિલ્હી ઍરપૉર્ટ પર જ અભિજિત, સૌરવ અને આશુતોષની અટકાયત

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
કૉક્રોચ જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પોલીસે અટકાયતમાં લીધા છે.
સીજેપીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, શનિવારે દિલ્હીમાં વિમાનમાંથી ઊતરતાની સાથે જ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
વાસ્તવમાં, સીજેપીના આ ત્રણેય નેતાઓ મુંબઈથી રવાના થઈને દિલ્હી ઍરપૉર્ટ પર પહોંચ્યા હતા. તે દરમિયાન અભિજીત દીપકે સોશિયલ મીડિયા પર લાઇવ પ્રસારણ શરૂ કર્યું હતું અને ત્યારબાદ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
સીજેપીએ દિલ્હી પોલીસની આ કાર્યવાહીને "સરમુખત્યારશાહીપૂર્ણ" ગણાવી છે અને ત્રણેય નેતાઓને તાત્કાલિક તથા કોઈપણ શરત વિના મુક્ત કરવાની માંગ કરી છે.
સીજેપીએ કહ્યું, "આ કાર્યવાહી લોકોના અવરજવર કરવાની સ્વતંત્રતાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે."
આ પહેલાં જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠી અને સીજેપીના લીગલ અફેર્સ વિભાગનાં વડાં રત્નાસિંહને પણ પોલીસે અટકાયતમાં લીધાં હોવાની માહિતી સામે આવી હતી.




























