વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ફાઇનલ મુકાબલો માણવા પહોંચશે : સીએમ ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે ઑસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ ફાઇનલમાં ભારતનો મુકાબલો જોવા માટે સમગ્ર વિશ્વમાંથી ઘણા મહાનુભાવો પહોંચી રહ્યા છે.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ મેદાનમાં હાજર રહેવાના છે.
નોંધનીય છે કે ભારત ચોથી વખત વનડે વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચ્યું છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ક્રિકેટપ્રેમીઓ સહિત ઘણી હસ્તીઓ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહોંચી છે.
