કોરોના વાઇરસ : અમેરિકાની સંસદમાં 484 અબજ ડૉલરના રાહત પૅકેજ પર ચર્ચા

કોરોના વાઇરસના સંક્રમણ અંગે ગુજરાતમાં, ભારતમાં અને દુનિયામાં શું છે સ્થિતિ?

લાઇવ કવરેજ

  1. ન્યૂ યોર્કમાં બે પાલતુ બિલાડીઓ કોરોનાની ઝપેટમાં

    ન્યૂ યોર્કની બે પાલતુ બિલાડીઓમાં કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળ્યું છે. આ બંને પાલતુ બિલાડીઓના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

    ફેડરલ અધિકારીઓએ બુધવારે કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે અમેરિકામાં પાલતુ પ્રાણીમાં કોરોના વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં હોય.

    આ બિલાડીઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હતી અને હવે એવી આશા કરવામાં આવી રહી છે કે આ બિલાડીઓ જલદી ઠીક થઈ જશે.

    અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રિકલ્ચર અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન પ્રમાણે, એ વાતની આશંકા છે કે આ બિલાડીઓને કોરોના વાઇરસ માણસોથી થયો હશે.

    આ એ લોકો હોઈ શકે છે જેમની સાથે તેઓ રહ્યા હોય.

    આ પહેલાં બ્રૉન્ક્સ પ્રાણી સંગ્રહાલયમાં વાઘણમાં કોરોના વાઇરસનું સંક્રમણ જોવા મળ્યું હતું.

    જોકે કોઈ પ્રાણીમાં સંક્રમણનો આ પહેલા કેસ ન હતો. આ પહેલાં પણ અનેક પ્રાણીમાં કેસ સામે આવ્યા હતા.

    પ્રતીકાત્મક તસવીર
    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  2. કોરોનાની દવા : કોવિડ-19ની સારવારની શોધ કેટલે સુધી પહોંચી છે?

  3. કોરોના વાઇરસ : ભારતમાં કોરોના વાઇરસના કેસ 21 હજારને પાર

    સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર નવા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસ વધીને 21,393 થઈ ગયા છે, જ્યારે મૃતકની સંખ્યા 681 થઈ છે.

    ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં સંક્રમણના 5652 કેસ છે.

    મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યા 269 થઈ છે અને બીજા નંબરે ગુજરાત છે, જ્યાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 2407 છે અને 103 લોકોનાં મૃત્યુ થયાં છે.

    રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2248 છે અને અહીં અત્યાર સુધીમાં 48 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે.

    મહિલા
  4. કોરોના વાઇરસને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ પર અર્થશાસ્ત્રીના પ્રહાર

    નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝે કહ્યું કે અમેરિકાએ કોરોના વાઇરસની મહામારીનો સામનો કોઈ ત્રીજી દુનિયાની દેશની જેમ કર્યો છે.

    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરતાં જોસેફે કહ્યું કે લાખો અમેરિકનો ખાવા માટે ફૂડ બૅન્ક તરફ વળ્યા છે. પૈસા ન હોવાને કારણે લોકો બેરોજગારી ભથ્થાં માટે આવેદન કરી રહ્યા છે અને સ્વાસ્થ્ય સેવાઓની અસમાનતાને લીધે લોકો મરી રહ્યા છે.

    જોસેફ સ્ટિગ્લેટ્ઝે કહ્યું, "ફૂડ બૅન્ક તરફ ઝોક ધરાવનારની સંખ્યા બહુ મોટી છે. એટલે સુધી કે આપૂર્તિ થઈ શકતી નથી. એવું લાગી રહ્યું છે કે અમેરિકા કોઈ ત્રીજી દુનિયાનો દેશ છે. લોકોને મદદ પહોંચનારી સેવાઓ સાવ નિષ્ફળ સાબિત થઈ છે."

    જોસેફ સ્ટિગ્લેટ્ઝ લાંબા સમયથી ટ્રમ્પની ટીકા કરતાં આવ્યા છે.

    તેઓએ કહ્યું, "અમેરિકામાં 14 ટકા લોકો સરકારના ફૂડ વાઉચર પર મળનારા ભોજન પર નિર્ભર છે અને સરકારી મદદ બેરોજગારીની ભરપાઈ કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. આવનારા મહિનાઓમાં બેરોજગારીનો દર વધીને 30 ટકા થઈ જશે. અમારે ત્યાં લોકોની સુરક્ષા માટે ચીજવસ્તુઓ અપૂરતી છે. અમેરિકામાં વિષમતા બહુ ઊંડી છે. કોરોના વાઇરસે ગરીબ અમેરિકનોને સૌથી વધુ નિશાન બનાવ્યા છે. અમેરિકા વિશ્વનો એ દેશ છે જ્યાં સ્વાસ્થ્ય સેવાઓ બહુ અસમાન છે."

    નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝ
    ઇમેજ કૅપ્શન, નોબલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝ
  5. વડોદરાના હૉટસ્પૉટના 45 દર્દીઓ સાજા

    વડોદરામાં જે વિસ્તારને હૉટસ્પૉટ જાહેર કરવામાં આવ્યો છે તે નાગરવાડા વિસ્તારના 45 દર્દીઓ સાજા થતાં આજે ગુરુવારે તેમને રજા આપવામાં આવશે.

    સ્થાનિક અખબારો ઓએસડી વિનોદ રાવને ટાંકતાં લખે છે કે 15 દિવસથી સારવાર લઈ રહેલા આ 45 લોકોને રજા આપવામાં આવનાર છે.

    તેમણે જણાવ્યું હતું કે બે દિવસ સુધી તેમનો રિપોર્ટ નૅગેટિવ આવતાં તેમને રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  6. ચીનમાં છ દિવસથી એક પણ મૃત્યુ નહીં

    અધિકૃત આંકડા પ્રમાણે છેલ્લા છ દિવસમાં ચીનમાં કોરોના સંક્રમિત એક પણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો નથી.

    ગઈકાલે ચીનમાં દસ નવા પૉઝિટિવ કેસ નોંધાયા.

    ચીન
  7. ટ્રમ્પે ગ્રીનકાર્ડ પર અસ્થાયી પ્રતિબંધના આદેશ પર સહી કરી

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા બ્રીફિંગ દરમિયાન જણાવ્યું કે તેમણે ગ્રીનકાર્ડ પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે.

    તેઓએ કહ્યું, "અહીં આવતાં પહેલાં મેં આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આનાથી અમેરિકાના બધા વર્ગના બેરોજગારી નાગરિકોને નોકરી મળવાનો પહેલા મોકો મળશે."

    તેમણે જણાવ્યું, "યોગ્ય સમય આવતાં આપણે તેમાં સુધારો કરીશું, તેની સીમા વધારી શકીએ છીએ."

  8. બ્રેકિંગ, અમેરિકામાં 24 કલાકમાં નોંધાયા 1700થી વધુ કેસ

    સમાચાર એજન્સી એએનઆઈ એએફપીને ટાંકતાં લખે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1,738 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. કોરોના વાઇરસ અંગે વધુ વાંચો

    • 22 એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.
    • 21મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો.
    • 20મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 19મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 18મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટઅહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    વધુ જાણો
    ઇમેજ કૅપ્શન, વધુ જાણો
  10. કોરોના અપડેટ : અત્યાર સુધીની મુખ્ય વાતો

    • દુનિયાભરમાં કોરોના વાઇરસથી 26 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે.
    • જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં સંક્રમણને લીધે એક લાખ 80 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
    • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડહેનૉમે ગ્રેબિયેસોસે કહ્યું કે વાઇરસનું સંક્રમણ લાંબા સમય સુધી રહેશે.
    • ન્યૂયૉર્કમાં બે પાલતુ બિલાડી કોરોના વાઇરસથી સંક્રમિત થઈ હોવાનું જણાયું છે, આ પાલતુ પહેલું પ્રાણી છે જેમાં વાઇરસ જોવા મળ્યો છે.
    • દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ અને આફ્રિકી સંઘના ચૅરમૅને જી-20 સમૂહ દેશોને મદદની અપીલ કરી છે. તેઓએ કહ્યું કે મહામારીને કારણે આવનારી વૈશ્વિક મંદીની અસર આફ્રિકાના દેશોમાં સૌથી વધુ થવાની શક્યતા છે.
    • જર્મનીએ આખા દેશનાં સાર્વજનિક સ્થળે આગામી અઠવાડિયાથી માસ્ક ફરજિયાત કર્યું છે.
    • ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓની સંખ્યા 2407 થઈ છે, મૃતકોનો આંકડો 103 પર પહોંચ્યો છે.
  11. કોરોના વાઇરસ : અમેરિકાની સંસદમાં 484 અબજ ડૉલરના રાહત પૅકેજ પર ચર્ચા

  12. શુભ પ્રભાત, બીબીસી ગુજરાતના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. કોરોના વાઇરસ સંબંધિત દેશદુનિયાની તમામ વિગત તમે અહીં વાંચી શકશો.

    ગઈ કાલની વિગતે માટે અહીં ક્લિક કરો.