તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
વલસાડનું એ ગામ જેણે નક્કી કર્યું કે બાળકો હવે બીજા વિષયોની સાથે બંધારણ પણ ભણશે
પ્રકાશિત
ગુજરાતની આ એક એવી સરકારી શાળા છે જે બાળકોને ભારતનું બંધારણ ભણાવી રહી છે. વલસાડના ધરમપુર તાલુકાના આદિવાસી બહુમતી ધરાવતા ગામ મોટી ઢોલડુંગરીની ગ્રામ પંચાયતે ઠરાવ કરીને નક્કી કર્યું કે ગામની પ્રાથમિક શાળામાં બાળકોને બંધારણના પાઠ ભણાવવામાં આવે.
મોટી ઢોલડુંગરીની પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયના ભાગરૂપે બંધારણનું વિશેષ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. ગત એક વર્ષથી અઠવાડિયામાં બે-બે કલાકના ૩ લેક્ચર એમ કુલ છ કલાક બંધારણ ભણાવાઈ રહ્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો