દાહોદ : કૂવામાં પડેલા દીપડાનું ભારે જહેમત બાદ રૅસ્ક્યૂ
દાહોદ : કૂવામાં પડેલા દીપડાનું ભારે જહેમત બાદ રૅસ્ક્યૂ
પ્રકાશિત
દાહોદના સંજેલીના વાણિયા ઘાટી જંગલની નજીક આવેલા એક કૂવામાં પડેલા દીપડાનું સફળ રૅસ્કયૂ કરવામાં આવ્યું.
ગ્રામજનોના કહેવા પ્રમાણે આ દીપડો રાત્રે ખોરાકની શોધમાં કૂવામાં પડી ગયો હશે અને સવારે ખેતર જતા લોકો એ કૂવામાંથી વિચિત્ર અવાજો આવતા જોયું તો દીપડો દેખાયો.
લોકોએ આ અંગે વનવિભાગને જાણ કરતા તેમની બચાવ ટીમ આવી પણ લોકોની ભીડ અને ગભરાયેલા દીપડાને લીધે સવારે રૅસ્ક્યુ નહોતું થઈ શક્યું.
આથી સાંજ પડતા વન વિભાગે ફરી પ્રયાસ હાથ ધર્યો અને સફળ રૅસ્કયુ કર્યું.
કૂવામાં સીડી મૂકીને તેને બહાર નીકળવાનો રસ્તો કરવામાં આવ્યો હતો. અને થોડી જ વારમાં દીપડો બહાર આવીને વન તરફ દોડી ગયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images



