તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
મહેસાણા : નોકરી, શિક્ષણ અને શૌચાલયની સમસ્યા
#BBCGujaratOnWheels મહેસાણા જિલ્લાના ગામડાંમાં બીબીસી ગુજરાતીને લોકોએ કહી તેમની સમસ્યા.
લાઇવ કવરેજ
સફરની શરૂઆતની સાથે મહેસાણા જિલ્લા વિશે થોડી માહિતી
ગુજરાતની ઉત્તરે આવેલો મહેસાણા જિલ્લો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે.
તેમનું ગામ વડનગર ગુજરાતમાં સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સ્થાપત્ય કળાની દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
હાલ ગુજરાતના રાજકારણમાં સત્તાધિશો માટે પડકારરૂપ બની ગયેલા પાટીદાર યુવાન હાર્દિક પટેલનો સામાજિક, રાજકીય ઉદય પણ મહેસાણા જિલ્લાના વિસનગર ગામમાં કરેલી પહેલી સભાથી જ થયો હતો.
જો કે મહેસાણાની ઓળખ આ બે ઘટનાઓ નથી.
પરંતુ અહીંના સતત કાર્યશીલ, અત્યંત મહેનતું લોકો ઉપરાંત જ્ઞાતિ, સમાજ અને ઉદ્યોગોનું એકબીજા સાથે ખૂબ જ મજબૂતીથી ગુંથાયેલું સામાજિક માળખું એ મહેસાણાનો મિજાજ છે.
ગુજરાતના રાજકારણ, કૃષિ, પશુપાલન, નિકાસ અને વેપારમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
સફર શરૂ કરતા પહેલાં ચર્ચા કરી રહેલી બીબીસી ગુજરાતીની ટીમ..
બનાસકાંઠાની સફર બાઇકર્સની નજરે
ફેસબુક લાઇવમાં બાઇકર્સે તેમના અનુભવો વર્ણવ્યા હતા.
બનાસકાંઠા બાદ આજે મહેસાણાનો મિજાજ પારખશે બીબીસીની બાઇકર્સ
સુપ્રભાત. બનાસકાંઠાની સફર પૂર્ણ કરીને આજે બીબીસી ગુજરાતીની બાઇકર્સ મહેસાણા જિલ્લાનાં ગામડાંની મુલાકાત લેવા માટે જઈ રહી છે.
સફરની શરૂઆત માટે તૈયાર બાઇકર્સ.. તો તમે પણ અમારી સાથે આ સફર કરવા માટે તૈયાર થઈ જાઓ.