ગુજરાત: ત્રણથી ચાર દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાત: ત્રણથી ચાર દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
ગુજરાત: ત્રણથી ચાર દિવસ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની આગાહી?
પ્રકાશિત

ઑક્ટોબર મહિનો પૂરો થતાં અને નવેમ્બરની શરૂઆતમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આંધ્રપ્રદેશ પરથી પસાર થયેલું વાવાઝોડું નબળું પડી ડિપ્રેશનમાં ફેરવાયું છે, જ્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર એરિયા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભેજવાળા પવનો લાવતાં હવામાન પલટાઈ રહ્યું છે.

હવામાન વિભાગ અનુસાર 31 ઑક્ટોબર સુધી અને કેટલાક ગ્લોબલ મોડેલ મુજબ 2 થી 3 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં હવામાન પલટાશે, ત્યારે ક્યાં વરસાદ પડશે અને કેટલો વરસાદ પડશે, જાણો આ વીડિયોમાં.

અહેવાલ - દીપક ચુડાસમા

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન