સ્પેનમાં બે હાઇ સ્પીડ ટ્રેનોની ટક્કરમાં 64 લોકોનાં મૃત્યુ, કેવાં દૃશ્યો સર્જાયાં?
સ્પેનમાં બે હાઇ સ્પીડ ટ્રેનોની ટક્કરમાં 64 લોકોનાં મૃત્યુ, કેવાં દૃશ્યો સર્જાયાં?
પ્રકાશિત
મેડ્રિડના દક્ષિણમાં ઉર્દા પાસે બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચેની ટક્કરમાં ઓછામાં ઓછા 64 લોકોનાં મૃત્યુ થયાં છે.
કાસ્તિયા-લા માંચાની ક્ષેત્રીય સરકારે રેલ દુર્ઘટનામાં 64 લોકોનાં મૃત્યુ થયાંની વાતની પુષ્ટિ કરી છે.
બંને ટ્રેનોમાં 500 કરતાં વધુ મુસાફરો સવાર હતા, રાહત અને બચાવ અભિયાન ચાલુ છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
સ્પેનના સિવિલ ગાર્ડે અકસ્માત બાદ ડ્રોન વડે લેવાયેલી તસવીરો જાહેર કરી છે. જેમાં દુર્ઘટનાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.
ટ્રેનો અને પાટા પરથી ઊતરેલા ડબ્બાની આસપાસ ડઝનો વાહનો, હેલિકૉપ્ટર અને ઍમ્બુલન્સ જોઈ શકાય છે. જમીન પર દર્દી પણ દેખાઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, EPA



