મુરાસુ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે ત્રાટક્યું, ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં?

વીડિયો કૅપ્શન, Cyclonic Storm Murasu : મુરાસુ વાવાઝોડું ત્રાટક્યું, ગુજરાતમાં હવે વરસાદ પડશે કે નહીં?
મુરાસુ વાવાઝોડું 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠે ત્રાટક્યું, ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં?
પ્રકાશિત

મુરાસુ નામનું વાવાઝોડું 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં આંધ્ર પ્રદેશ પર અર્નબ બાદ આ બીજી વાવાઝોડાની આફત આવી છે, જેનાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.

આ વાવાઝોડું હવે જમીન પર આગળ વધીને નબળું પડી જશે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતા ન હોવાથી રાજ્ય પર તેની સીધી અસર નહીં થાય.

ગુજરાતમાં 3 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે, પરંતુ 4 નવેમ્બરથી વરસાદનું પ્રમાણ સંપૂર્ણપણે ઘટી જશે.

11-12 નવેમ્બર સુધી એટલે કે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી.

રાજ્યમાં તાપમાન 30થી 35 ડિગ્રી આસપાસ રહેશે અને 10 નવેમ્બર સુધી વધારે ઠંડી પડવાની સંભાવના નથી.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : કૃણાલ દેસાઈ

મુરાસુ નામનું વાવાઝોડું 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન