અમદાવાદ : દીવાલ પકડીને સ્કેટિંગ શીખી અને હવે બનાવ્યો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ

વીડિયો કૅપ્શન, અમદાવાદ : દીવાલ પકડીને સ્કેટિંગ શીખી અને હવે બનાવ્યો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ
અમદાવાદ : દીવાલ પકડીને સ્કેટિંગ શીખી અને હવે બનાવ્યો ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ
પ્રકાશિત

કોવિડ મહામારી દરમિયાન ઘરમાં વિવિધ રમતોથી શરૂઆત કરનાર આ અમદાવાદની બાળકીએ લિમ્બો સ્કેટિંગમાં માત્ર 16 સેન્ટિમીટરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

શરૂઆતમાં દીવાલ પકડીને સ્કેટિંગ શીખ્યા બાદ તેણે યોગ્ય મેદાન ન હોવાથી વાહનોની અવરજવર વગરના આરસીસી અને ડામરના રસ્તાઓ પર પ્રૅક્ટિસ કરી હતી.

સગાં-સંબંધીઓ અને મિત્રો તરફથી જોખમી ગણાવીને રમત બંધ કરાવવાનું દબાણ હોવા છતાં, પરિવારના સાથ અને તક્ષયીના અડગ મનોબળને કારણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ શકી.

વીડિયો : તેજસ વૈદ્ય, પવન જયસ્વાલ અને રિપુલ મકવાણા

તક્ષયીના અડગ મનોબળને કારણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ શકી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન