વાવાઝોડું 'અર્નબ' : 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાતમાં થશે અસર?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ભારતના દરિયામાં અર્નબ નામનું વાવાઝોડું સક્રિય થયું છે. આ સિસ્ટમ અતિ ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે, જેમાં પવનની ઝડપ પ્રતિ કલાક 140 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

આ વાવાઝોડું 28 તારીખે બપોર પહેલાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે વિશાખાપટ્ટનમ અને બાપતલા વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે.

જોકે તેની સીધી અસર ગુજરાત પર નહીં થાય, પરંતુ 30 અને 31 તારીખની આસપાસ વાતાવરણમાં પલટો આવી શકે છે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

વાવાઝોડું વળાંક લઈને આગળ વધતાં ઓડિશા, તેલંગણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળ સુધી ભારે વરસાદની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન