તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
કિંગ ચાર્લ્સે ગુલામોના વેપારને ગણાવ્યો શરમજનક ઇતિહાસ - ન્યૂઝ અપડેટ
બ્રિટનના કિંગ ચાર્લ્સે એન્ટિગુઆ અને બાર્બુડામાં કૉમનવેલ્થ નેતાઓની બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું અને તેમાં તેમણે ગુલામોના વેપારના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ઇતિહાસનો આ શરમજનક સમયગાળો તેમને ડરાવે છે. કિંગ ચાર્લ્સે આ મુદ્દા પર તેમની અંગત લાગણીઓ વ્યક્ત કરી હતી.
જોકે, તેમણે બ્રિટન વતી સીધી માફી માંગી ન હતી.
બીબીસીના વરિષ્ઠ રૉયલ સંવાદદાતાના જણાવ્યા અનુસાર, "કિંગે તેમના ભાષણમાં શબ્દોનો કાળજીપૂર્વક ઉપયોગ કર્યો હતો. તેમણે આ મુદ્દા પર વ્યક્તિગત સ્તરે વાત કરી હતી, જેનો પ્રભાવ ત્યાં હાજર નેતાઓ પર પડી શકે છે."
કિંગ ચાર્લ્સે વિશ્વ સામેના ઘણા મોટા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો.
તેમણે વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષો, આબોહવા પરિવર્તનની ગંભીર અસર અને ઝડપથી બદલાતી ટૅક્નૉલૉજીનો ઉલ્લેખ કર્યો.
બ્રિટનના વડા પ્રધાન ઍન્ડી બર્નહામે આ બેઠકમાં કહ્યું હતું કે તેઓ ગુલામોના વેપાર માટે બ્રિટન તરફથી ઔપચારિક માફી માગવાના વિચારની વિરુદ્ધમાં નથી.
જોકે, તેમનું માનવું છે કે વળતર આપવું એ સાચો રસ્તો નથી. બર્નહામ કૉમનવેલ્થ નેતાઓ સાથેની તેમની વાતચીતમાં દેવા સાથે જોડાયેલી એક નવી યોજનાનો પણ પ્રસ્તાવ મૂકી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેનો હેતુ એવા દેશોને મદદ કરવાનો છે જે લોન પર વધતા વ્યાજના બોજનો સામનો કરી રહ્યા છે.
કૉમનવેલ્થ નેતાઓની આ બેઠક દર બે વર્ષે યોજાય છે. 56 દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ તેમની ભાગીદારીના ભવિષ્યની ચર્ચા કરે છે.
ઓમર અબ્દુલ્લાહ સામે જમ્મુ-કાશ્મીરમાં મોટું રાજકીય સંકટ
શ્રીનગરથી નૅશનલ કૉન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહે પાર્ટી પ્રત્યે લાંબા સમયથી ચાલી રહેલા અસંતોષ બાદ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આગા સૈયદ રુહુલ્લાહે સંકેત આપ્યો છે કે તેઓ પોતાનો નવો રાજકીય પક્ષ બનાવી શકે છે.
તેમના રાજીનામા સાથે જ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ સામે એક મોટો પડકાર ઉભો થયો છે.
ઓમર અબ્દુલ્લાહની સરકારે ગયા મહિને જ તેના વર્તમાન કાર્યકાળનાં બે વર્ષ પૂર્ણ કર્યાં છે.
ગત 27 ઑક્ટોબરે ચાર કાશ્મીરી ધારાસભ્યોને તેમની કૅબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઓમર અબ્દુલ્લાહને તેમના જ પક્ષના કેટલાક નેતાઓ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો.
ત્રણ દિવસ પછી 30 ઑક્ટોબરના રોજ પાર્ટીના 17 અસંતુષ્ટ ધારાસભ્યોએ શ્રીનગરમાં ચાર કલાકની બેઠક યોજી હતી.
શ્રીનગરના સાંસદ રુહુલ્લાહે મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહ પર 2024ની જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં મળેલા જનાદેશ સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે.
નૅશનલ કૉન્ફરન્સે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370ની પુનઃસ્થાપના અને જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ બંધારણીય અધિકારો માટે લડવાનું વચન આપ્યું હતું.
પાર્ટીએ જમ્મુ-કાશ્મીરને વીજળી પ્રોજેક્ટ સોંપવાનું, દરેક ઘરને 200 યુનિટ મફત વીજળી આપવાનું અને જમ્મુ-કાશ્મીરના એક લાખ યુવાનોને રોજગાર આપવાનું પણ વચન આપ્યું હતું.
પરંતુ આમાંના મોટાભાગના વચનો હજુ સુધી પૂરા થયા નથી.
ઓમર અબ્દુલ્લાહે પોતાની સરકારના કથિત નબળા પ્રદર્શન અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી તરીકે તેમની પાસે મર્યાદિત સત્તાઓ છે.
નૅશનલ કૉન્ફરન્સના એક ધારાસભ્યએ નામ ન આપવાની શરતે કહ્યું, "હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમરા પોતાના મતદારો અમારી મજાક ઉડાવે છે."
"જો અમે મફત વીજળી જેવા મૂળભૂત મુદ્દા પર કંઈ કરી શકતા નથી, તો પછી અમે મોટા વચનો કેવી રીતે પૂરા કરીશું?"
રાહુલ ગાંધીએ ફરી નરેન્દ્ર મોદીને ચર્ચા કરવા ફેંક્યો પડકાર
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો અને તેમના પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ ગત 2 નવેમ્બરે વડા પ્રધાન મોદીને ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો હતો.
વડા પ્રધાન મોદીએ 31 ઑક્ટોબરે વિપક્ષની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, વિદેશમાં રાષ્ટ્ર વિરોધી શક્તિઓને ટેકો આપીને દેશને નબળો પાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધીએ આ જ આરોપ પર ચર્ચા માટે વડા પ્રધાનને પડકાર ફેંક્યો હતો.
આનો પીએમ મોદીએ કોઈ જવાબ આપ્યો નથી પરંતુ ભાજપના નેતાઓએ તેમની ટીકા કરી છે અને નિશાન બનાવ્યા છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયોમાં કહ્યું , "મોદીજી, 24 કલાક થઈ ગયા છે. મેં તમને પડકાર ફેંક્યો છે. તમે કહો છો કે વિપક્ષ રાષ્ટ્રવિરોધી છે. કોઈપણ મંચ અને સ્થાન પસંદ કરો અને મારી સાથે ચર્ચા કરો. રાષ્ટ્રવિરોધી કોણ છે? વિદેશી તાકાતો સાથે કોના સંબંધો છે, અને કેવા પ્રકારના જોડાણો છે? જલદી કરો. ડરશો નહીં."
બિહારના ભાગલપુરમાં ભાજપ પ્રમુખ નીતિન નબીને જણાવ્યું હતું કે , "અમારું અભિયાન જનતાને મુદ્દાઓ વિશે જણાવવાનું છે કે ક્યાંક રાહુલ ગાંધીનો ઉપયોગ વિદેશી ટૂલકિટ માટે થઈ રહ્યો છે. તેમના દ્વારા વિદેશી શક્તિઓ ભારતના વિકાસને રોકવા માગે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન