આ ખેડૂત બ્લૂબેરીની ખેતીથી કેવી રીતે કમાણી કરે છે?

વીડિયો કૅપ્શન, આ ખેડૂત Blueberry ની ખેતી દ્વારા કેવી રીતે કમાણી કરે છે?
આ ખેડૂત બ્લૂબેરીની ખેતીથી કેવી રીતે કમાણી કરે છે?
પ્રકાશિત

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના ખેડૂત ફૈયાઝ અહમદ અગાઉ સફરજનની ખેતી કરતા હતા અને તેમને વારંવાર નુકસાન થતું હતું.

આથી તેઓએ ખેતીમાં કંઈક નવું કરવાનું વિચાર્યું. આખરે તેમણે અડધા વીઘામાં બ્લૂબૅરીની ખેતી શરૂ કરી.

હાલમાં તેમણે અંદાજે 550 છોડનું વાવેતર કર્યું છે. તેમને આશા છે કે અન્ય ખેડૂતો પણ તેમનાથી પ્રેરણા લેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન