બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું? ગુજરાતમાં શું અસર થશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું? ગુજરાતમાં શું અસર થશે?
બંગાળની ખાડીમાં સર્જાશે વાવાઝોડું? ગુજરાતમાં શું અસર થશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ આકાર લઈ રહી છે, જે ડિપ્રેશન અથવા વાવાઝોડામાં ફેરવાઈ શકે છે.

જો આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો તે ચોમાસા પછીનું ત્રીજું વાવાઝોડું હશે, જે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા મોડેલો દર્શાવે છે.

બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 14, 15 અને 16 તારીખ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જામનગર તથા દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

ત્યારે બંગાળની ખાડીની નવી સિસ્ટમ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના હવામાનમાં શું ફેરફાર થશે, તથા વરસાદ પડશે કે કેમ, તેના વિશે આ વીડિયોમાં જાણો.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : કૃણાલ દેસાઈ

બંગાળની ખાડીમાં સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ગુજરાતનું હવામાન
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસ્વીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન