આ દેડકા પાછળ ₹185 કરોડનો ખર્ચ કેમ?

વીડિયો કૅપ્શન, એક દેડકા પાછળ ₹185 કરોડનો ખર્ચ કેમ?
આ દેડકા પાછળ ₹185 કરોડનો ખર્ચ કેમ?
પ્રકાશિત

ઑસ્ટ્રેલિયામાં કેન ટોડ નામના અત્યંત ઝેરીલા દેડકાના પ્રસારને રોકવા માઇનિંગ કંપની રિયો ટિન્ટો, કર્ટિન યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓ સાથે મળીને આશરે 185 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

પિલબારા વિસ્તારના સ્થાનિક વન્યજીવોના રક્ષણ માટે ગ્રેટ સેન્ડી ડેઝર્ટ અને હિંદ મહાસાગર વચ્ચે 7,500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં કન્ટેઇનમેન્ટ ઝોન બનાવી કૃત્રિમ જળસ્રોતો પર નિયંત્રણ મૂકાશે.

વર્ષ 1935માં શેરડીના પાકનાં કીટકો નિયંત્રિત કરવા લવાયેલા આ દેડકા દર વર્ષે 40થી 60 કિલોમીટર આગળ વધી રહ્યા છે. 2027થી શરૂ થનારી આ પાંચ વર્ષની યોજના દ્વારા ઝેરીલા કેન ટોડને દક્ષિણ તરફ આગળ વધતા અટકાવવાનું લક્ષ્ય છે.

દેડકો, સંરક્ષણ, ઓસ્ટ્રેલિયા, કેન તોડ, ઝેરી દેડકા, રિયો ટિન્ટો, વૈજ્ઞાનિક પરીક્ષણ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન