'કચ્છનું ક્રાફ્ટ વિલેજ' : 500 વર્ષ જૂની હાથવણાટ પરંપરા ધરાવતા આ ગામની શાલ કેમ છે વિશ્વવિખ્યાત?

વીડિયો કૅપ્શન, 'કચ્છનું ક્રાફ્ટ વિલેજ' : 500 વર્ષ જૂની હાથવણાટ પરંપરા ધરાવતા આ ગામની શાલ કેમ છે વિશ્વવિખ્યાત?
'કચ્છનું ક્રાફ્ટ વિલેજ' : 500 વર્ષ જૂની હાથવણાટ પરંપરા ધરાવતા આ ગામની શાલ કેમ છે વિશ્વવિખ્યાત?
પ્રકાશિત

કચ્છનું એક એવું ગામ જે પરંપરાગત હસ્તકલા, ખાસ કરીને સુંદર હાથસાળ વણાટ કળા અને ગરમ શાલ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

હાથસાળ એ મશીન વગર હાથથી કાપડ કે વસ્ત્રો વણવાની એક પ્રાચીન અને પારંપરિક કળા છે.

ભુજ પાસે આવેલા ભૂજોડી ગામે પાંચસો વર્ષ જૂની હાથવણાટ પરંપરાને આગવી ઓળખ અપાવી છે.

આજે અહીં માત્ર શાલ કે ધાબળા નહીં, પણ સાડી, સ્ટોલ, ડ્રેસ મટીરિયલ્સ સહિતની ઘણી બધી વસ્તુઓ હાથસાળ પર તૈયાર થાય છે.

આ ગામ હવે ભારતના અગ્રણી 'ક્રાફ્ટ વિલેજ' તરીકે પણ ઓળખાઈ રહ્યું છે. હાથવણાટના કારીગરોના કહેવા પ્રમાણે, અહીં બનતી શાલોની કિંમત 400 રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

વીડિયો : આશુતોષ ગઢવી

ઍડિટ : કૃણાલ દેસાઈ

'કચ્છનું ક્રાફ્ટ વિલેજ' : 500 વર્ષ જૂની હાથવણાટ પરંપરા ધરાવતા આ ગામની શાલ કેમ છે વિશ્વવિખ્યાત?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન