દિવાળી : ગ્રીન ફટાકડા એટલે શું અને તેનાથી ખરેખર પ્રદૂષણ ઘટે છે?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
દિવાળી આવે એટલે ફટાકડા બજારમાં આવવા લાગે છે. ખાસ કરીને ગુજરાતમાં દિવાળી સમયે ફટાકડા ફોડવાનું ચલણ વર્ષોથી ચાલ્યું આવે છે.
જોકે, ફટાકડાથી થતા પ્રદૂષણ સામે લોકો સવાલો પણ કરતા હોય છે. હાલમાં સુપ્રીમ કોર્ટે સાત અને આઠ નવેમ્બરે દિલ્હી-એનસીઆરમાં સવારે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી અને રાત આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે.
ગત વર્ષે પણ સુપ્રીમ કોર્ટે દિવાળી દરમિયાન સીમિત સમયમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી આપી હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ફટાકડા પર અગાઉની જેમ પ્રતિબંધ નવેમ્બરથી ફરીથી લાગુ થશે.
'ગ્રીન ફટાકડા'ની શોધ 'નૅશનલ એનવાયરમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (નીરી) દ્વારા કરાઈ છે. તેનો દાવો છે કે, આ ફટાકડા ઓછું પ્રદૂષણ ફેલાવે છે.
'નીરી' એક સરકારી સંસ્થા છે. આ સંસ્થા 'કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ' સંસ્થાના નેજા હેઠળ કાર્યરત છે.
ગ્રીન ફટાકડા એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
'ગ્રીન ફટાકડા' દેખાવમાં અને અવાજમાં સામાન્ય ફટાકાડા જેવા જ હોય છે પરંતુ તેનાથી પ્રદૂષણ ઓછું થાય છે.
સામાન્ય ફટકાડાઓ કરતાં આ ફટાકડા ફૂટવાથી 40-50 ટકા ઓછું નુકસાન કરે તેવો ગૅસ નીકળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નીરી'નાં મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સાધના રાયલુના જણાવ્યા મુજબ " આ ફટકાડાના કારણે નિકળનારો ગૅસ વાતાવરણમાં 40-50 ટકા ઓછું નુકસાન કરશે. આ ફટાકડાના કારણે પ્રદૂષણ સંપૂર્ણપણે અટકાવી શકાશે નહીં પરંતુ તેના પ્રમાણમાં ચોક્કસથી ઘટાડો કરી શકાય."
ડૉ. સાધના કહે છે કે સામાન્ય ફટાકડાના ફૂટવાથી વાતાવરણમાં મોટા પાયે નાઇટ્રોજન અને સલ્ફર ગૅસ ઉત્પન્ન થાય છે, પરંતુ તેમના સંશોધનનું લક્ષ્ય પ્રદૂષણમાં થતી માત્રાનો ઘટાડો કરવાનું હતું.
'ગ્રીન ફટાકડા'નો મસાલો સામાન્ય ફટાકડા કરતાં ઘણો જુદો હોય છે.
'નીરી' દ્વારા તૈયાર કરવામાં આવેલા કેટલાક ફૉર્મ્યુલાના લીધે આ ફટાકડામાંથી નુકસાનકારક ગૅસના પ્રમાણ ઘટાડો કરી શકાય છે.
ગ્રીન ફટાકડા કેટલા પ્રકારના હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. સાધના જણાવે છે કે, 'નીરી' દ્વારા તૈયાર કરવામાં ફટાકડા સળગ્યા બાદ તેમાંથી પાણી નીકળશે જેના લીધે ફટાકડામાંથી નીકળતો નુકસાનકાર ગૅસ આ પાણીમાં ભળી જશે.
'નીરી' દ્વારા ચાર પ્રકારના 'ગ્રીન ફટાકડા' તૈયાર કરવામાં આવ્યા છે.
1. પાણી ઉત્પન્ન કરે તેવા ફટાકડા
આ ફટાકડા સળગ્યા બાદ તેમાંથી પાણીના કણ નીકળશે.
આ પાણીમાં જ ફટાકડામાંથી નીકળતા સલ્ફર અને નાઇટ્રોજન ભળી જશે.
'નીરી' દ્વારા આ સંશોધનને 'સેફ વૉટર રિલીઝર' નામ અપાયું છે. આ સંશોધન ફટાકડાના કારણે થતાં પ્રદૂષણમાં ઘટાડવાનો કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
ગત વર્ષે દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ઓછું કરવાં માટે પાણીના છંટકાવનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
2. ઓછાં પ્રમાણમાં સલ્ફર અને નાઇટ્રોજન પેદા કરનારા ફટાકડા
'નીરી' દ્વારા આ ફટાકડાને STAR ક્રૅકર નામ આપવામાં આવ્યું છે.
જેનો અર્થ 'સેફ થર્માઇટર ક્રૅકર' થાય છે. આ ફટાકડામાં ઑક્સિડાઇઝિંગ એજન્ટનો ઉપયોગ થાય છે.
આ ફટાકડો સળગ્યા બાદ ઉત્પન્ન થતાં સલ્ફર અને નાઇટ્રોજનનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
જેના માટે વિશેષ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં છે.
3. ઍલ્યુમિનિયમનો ઓછો ઉપયોગ
આ ફટાકડાઓમાં સામાન્ય ફટાકડા કરતાં 50-60 ટકા જેટલું ઍલ્યુમિનિયમ ઓછું વાપરવામાં આવે છે.
'નીરી' દ્વારા આ ફટાકડાને સેફ મિનિમલ ઍલ્યુમિનિયમ એટલે કે SAFAL નામ આપવામાં આવ્યું છે.
4. અરોમાં ક્રૅકર્સ
આ ફટાકડા સળગ્યા બાદ તેમાંથી નુકસાનકારક ગૅસ ઓછો પેદા થશે અને તેમાંથી સારી સુગંધ પણ પ્રસરાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













